________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી અમે તમારું રક્ષણ કરીશું. અમારા પ્રાણુના બલીદાન આપને બચાવવા પ્રયત્ન કરશું. અને આપના બચાવમાં અમે પ્રાણ રહીત થશે તે આપના બચાવને ખાતર અમારા દેહની કીંમત નથી. માટે આપ કૃપા કરી ઉપર ચાલ્યા જાવ. અમારૂ જે બનવાનું હશે તે બનશે. તેમ ગભરાએલા અવાજે શ્રાવકે પુજ્યશ્રીને કહી રહ્યા છે, ત્યાં માણસને કેલાહલ નજીક આવતો સંભળાયા. શ્રાવકોને વધુ ભયભીત થતા જોઈને પૂજ્યશ્રીએ શાંત સ્વરે કહ્યું કે તમે ગભરાઓ નહી. અમારે ઉપર જવાની પણ જરૂર નથી. કારણ સંસારથી ત્યાગી બનેલાઓને મરણનો ભય હોતો નથી. અને તેમાંય તમે જેનાથી ગભરાઓ છે તે મારવા આવનારા મનુષ્યને આગેવાન જ આંધળે છે ત્યાં તે શું મારી શકવાના હતા. આ પ્રમાણે પૂજ્યશ્રી શ્રાવકેને કહી રહ્યા છે ત્યાં તે બુમરાણ કરતું મારો મારોના પોકાર કરતું ટેલું ઉપાશ્રય આગળ આવ્યું. ઉપાશ્રયમાં પ્રવેશ કરવા જતા બારણુ આગળ ૫૦૦ માણસ થંભી ગયા, અને તેને આગેવાન ખરેખર આંધળે થયે. આ દિવ્ય ચમત્કાર જોઈને લાકડીઓ લઈ મારવા આવેલા માણસે ભાગી ગયા. રાણપુરમાં આ ચમત્કારની વાત વાયુ વેગે ફરીવળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com