________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
કરનાર કરાવનાર, અને અનુમેાદનાર, ત્રણેને પાપના ભાગી બનાવ્યા છે. માટે પુજ્ય દીક્ષીતાની સાથે સમાજના ચારે અંગેા સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવીકાઓએ અપવિત્ર અને હિંસા યુકત વસ્ત્રોને ગાવી અહિંસાના સીદ્ધાંતનુ ચાગ્ય રીતે પાલન કરવુ જોઇએ. પણ સમાજને એક વર્ગ હયાત છે કે જે વર્ગ પેાતાના જ સતાનાને પહેરવા વસ્ત્ર જોઇએ તેા આપતા વીચાર કરે, પણ દીક્ષીતાને વીલાયતી મલમલની પછેડી વહેારાવી પેાતાના જીવનને ધન્ય માને. જ્યાં સુધી આવા અપવિત્ર વસ્ત્રો આપનારા ઉદાર પુરૂષા સમાજમાં છે ત્યાં સુધી પુજ્ય દીક્ષીતેા પેાતાના અપવિત્ર વસ્ત્રો ત્યાગ કરવાની ક્રુજ સમજવાના નથી . અને ખીજાને સમજાવી શકવાના નથી. પુજ્ય ગુરૂદેવે તે ખાદીને અપનાવી હતી. વિહાર પ્રદેશમાં વીચરતા ચાતુર્માસનેા ટાઇમ નજીક આવતાં સંવત ૧૯૨૮ નું ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યા. પુ વત ચાતુર્માસ પુર્ણ કરી કાઠિયાવાડ પ્રદેશમાં વિહાર કરતા કરતા ધારી, અમરેલી, બગસરા વીગેરે સ્થળેાએ ફરી સંવત ૧૯૨૯ નું ચાતુર્માસ કરવા મહુવા આવ્યા. ત્યાં દશા તેમજ વીશા શ્રીમાલી એમ એ જ્ઞાતીમાં થઇને શ્રાવકેાની સારી સંખ્યા છે. પુજ્ય મહારાજશ્રીએ ભાવિક આત્માઓને પ્રેરક
• ૮૬ ઃ•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com