________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
શ્રી સંઘની વિનંતીથી સંવત ૧૯૨૭ નું ચાતુર્માસ કરવા માંગરોળ મુકામે પધાર્યા. ચાર મહીનામાં ધર્મ તેમજ વ્યવહારીક વિષયે જનતાને સમજાવ્યા. ધર્મચર્ચાઓ કરી. પોતાના મનની શંકાઓનું સમાધાન કરી ધમી આત્માઓ પુજ્યશ્રીનો ઘણેજ લાભ લઈ પોતાને ધન્ય માનવા લાગ્યા. આ ઉપદેશ અને આ ગુરૂદેવ વરસે વરસ મળવા મુશ્કેલ છે એમ માની ભાવિક આત્માઓ દરરોજ પૂજ્યશ્રીને ઉપદેશ અને દર્શનનો લાભ લેવા ચુકતાં નહીં. બીજા ગામની અપેક્ષાએ ત્યાંના સ્ત્રી પુરૂષોમાં પ્રકરણ તેમજ સુત્રેનું સારૂ જ્ઞાન હતું તેથી ત્યાં પૂજ્યશ્રીએ અમેઘ તત્વજ્ઞાન અને સુત્રેના ગુઢાર્થો અત્યુત્તમ શૈલીથી સમજાવ્યા. અતુલ જ્ઞાન અને પ્રભાવથી લોકોમાં પણ ભક્તિના પુર ઉછળ્યાં. સામાન્ય જનતા દરરોજ વ્યાખ્યાન સાંભળી મનનું નીરાકરણ કરવા બપોરને ટાઈમ ધાર્મિક ચર્ચામાં પસાર કરતા. આવી રીતે પુજય શ્રી માંગરેલનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી પાસેના ગામોમાં વિહાર કર્યો. ગામડે ગામડે ફરી સમાજને જ્ઞાન અમૃત પાતાં જીવનને સાદાઈમાં જડી દેશ પ્રેમ શીખવતા દરેક સ્થળે રાષ્ટ્ર અને ધર્મના ઉન્નતીને નાદ પોકારતા. વાંચક ! લખવાની જરૂર નથી કે એમના વસ્ત્રો જ દેશ પ્રેમનું ભાન કરાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com