________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
૪
~
~
ચાતુર્માસ માટે હઠ કરવાથી સંવત ૧૯૨૨ નું ચાતુમોસ વડેદરા મુકામે રહ્યા. જ્યાં જૈન ધર્મને પાળનારી ભાવસાર જ્ઞાતી છે. ધર્મની શ્રદ્ધા ઘણી જ છે છતાં સુક્ષ્મ તને નહી જાણતા તેઓમાં પૂજ્યશ્રીએ ચાતુર્માસના કાળમાં તેનું બીજ આરોપણ કર્યું. અને ભાવસાર જ્ઞાતીને રંગાટને ધંધે જે ધંધામાં અનંત હિંસા છે તે ધંધો ચાતુર્માસમાં ન કરે એવી પ્રતિજ્ઞાઓ અપાવી. આ પ્રમાણે ધર્મ શ્રદ્ધાળુ એવી ભાવસાર જ્ઞાતીએ હર્ષ સહિત પુજ્યશ્રીનું ચાતુર્માસ કરાવ્યું. ચાતુર્માસ પુર્ણ થએ ત્યાંથી ખંભાત, બોરસદ, વસે, ખેડા વગેરે સ્થળેએ કે જ્યાં વડોદરાની જેમ નાના મેટા સમુહમાં ભાવસારની જ જ્ઞાતિ છે અને જેઓ સમ્રા અકબરના વખતથી જૈન ધમી છે ત્યાં પુજ્યશ્રી શેષાકાળ પધાર્યા. ઘણાજ ભક્તિભાવથી પુજ્યશ્રીને રાખ્યા. ત્યાંથી પાછા ફરતા વડેદરા શ્રી સંઘની બીજા ચેમાસાની અત્યંત માગણું અને વિનંતીથી સંવત ૧૯૨૩ નું ચાતુર્માસ કરવા પધાર્યા. તે ચાતુર્માસ પણ ઘણું મહોત્સવ સહીત થયું. ચાતુર્માસ પુર્ણ થયા પછી માગશર માસમાં શ્રી સંઘના ઘણાજ આગ્રહથી સ્વ. જ્યાચાર્ય શ્રી ખુબચંદ્રજીને તથા અન્ય શિષ્ય વર્ગને દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com