________________
ઉગ્ર તપસ્યા અને સાધના.
રાત્રીના કઈ અરણ્ય ભૂમીમાં એક પગે ઉભા રહી ધ્યાન કરતા. હું આત્મા છું અનંત શક્તીવાન છું અનંત વિર્યવાન છું. ધ્યાનના પ્રભાવથી ત્રણે લેકને ધુજાવવા સમર્થ છું. ધ્યાનસ્થ સ્થિતિમાં શસ્ત્રો મને છેદી શકશે નહીં. અગ્નિ મને બાળી શકશે નહિ. પાણી મને બુડાડી શકશે નહી. પહાડાની આરપાર જવાની આત્મામાં શક્તી હોય છે. આવી રીતે કેવળ આત્મા અને તેની શક્તિને જ ચારિત્રનાયક વિચાર કરતા અને આત્મીક આત્માઓ જેણે સત્ય
સ્વરૂપે પ્રગટ કર્યું છે તેને વિચાર કરી પોતાની સ્થિતિ ક્યારે તેના જેવી થશે આત્માની અપૂર્વ સ્થિતિ કયારે પ્રાપ્ત થશે તે વિચાર આવતા યાનસ્થ સ્થિતિમાં રેતા. કલાકોના કલાકો રેવામાં ગાળી વિચારણમાં ચઢતા વળી એક ચિત્ત થાતા ધ્યાનસ્થ અવસ્થામાં પણ અનેક ઉપસર્ગો તેઓશ્રીને આ વતા અને તેમાં અડગ રહેતા. દિક્ષા લીધા પછી અનુક્રમે ૬ વરસ પૂજ્યશ્રી સાથે રહી ધ્યાનના દોર પર ચઢતા એકવાર પૂજ્યશ્રી જ્યચંદ્રજી ગુજરાતમાં વિચારતા હતા એવામાં ગુજરાતના સુરત પરગણામાં કોઈ : ગામે : આવ્યા ૨૬ વરસની યુવાનવય પૂજ્ય શ્રીની હતી તેમાં નિત્ય ક્રમ પ્રમાણે રાત્રી પડી એટલે ગામની બહાર ધ્યાનસ્થ સ્થિતિમાં રહેવા ગયા. ત્યાં
: ૪૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com