________________
~
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
- ~ ~- તે નથી જ. અને આવી ક્રિયા કરવામાં અને શ્રાવકોની પ્રશંસા સાંભળવામાં તલ્લીન રહેતા દીક્ષીત વર્ગો ઉપર પણ પૂર્વના જેટલો પૂજ્યભાવ નથીજ. પૂર્વનું બંધારણ લગભગ એક હતું. અને સમાજ પણ એક હતો. અને તેથીજ ધર્મને પ્રચાર પણ સુંદર થઈ શકતો. અને મુનિવરોને ઉપદેશ પણ રાગ રહીત હતો તેને અંગે તેઓની પૂજ્યતા વધતી અને આજના વાતાવરણમાં સમાજના કેટલાએ આત્માઓના હૃદયમાંથી ધર્મ ઉપરની શ્રદ્ધા ધર્મના ખોટા આડંબરેથી ઘટી છે અને સાથે ધર્મગુરૂ પ્રત્યેનો પૂજ્યભાવ તેમની ટી સત્તાના ઉપગથી ઓછો થયેલ છે. ગરૂડમવાદ જેને કહે છે તેના ઉપદ્રવોથી સમાજ પણ અંદરખાનેથી ત્રાસી ગયેલ છે. તેજ ગરૂડમવાદીઓ ચાતુરમાસ રહે તે પહેલા નક્કી કરાવે કે અમારે માટે આટલે ખરચ કરે તોજ અમારૂં ચાતુરમાસ થઈ શકશે અને અમારું કહેવું પણ તમારે માન્ય રાખવું પડશે આવા અનેક પ્રકારના પ્રવેગેથી ચાતુરમાસ રહીને શ્રીમંતને હાથા બનાવી પોતાની નામના માટે પોતાને ડોળ ચલાવે અને ત્યાંથી પણ આગળ, વાંચક ! અત્યારના સમાજના ભાગલા તેમની રીલી જીભના ઉપદ્રવથી જ પડ્યા છે. સમાજની છીન
જ ૭૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com