________________
વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.
કર્તવ્યમાં ન લાવે. એથી જ સ્વ અને પરલોક સુધરશે. વીરના શાસનમાં જન્મી તેના જ પગલે ચાલી આધ્યાત્મિક શ્રેણી ઉપર આત્માને ચઢાવવા પ્રયત્ન કરી સે આત્માનું કલ્યાણ કરો. વાંચક ! ત્યાર પછી પુજ્યશ્રીએ સર્વ મંગલ માંગલ્યમ કહી પ્રવચન પૂર્ણ કર્યું. ભાવિક આત્માઓ કે જેઓ સમયનું ભાન ભુલી પ્રેરક વાણીથી મુગ્ધ થઈ સાંભળવામાં તલ્લીન બન્યા હતા, તેઓ એક પછી એક વીખરાયા. રસ્તે ચાલતા પણ વ્યાખ્યાનની જ વાત. બીજા દિવસે પણ સાંભળવાની ઉત્કંઠા દેખાઈ રહી હતી. વ્યાખ્યાનને ટાઈમ સવારના સાડા છ થી સાડા નવ સુધી રાખવામાં આવ્યું હતો. અને તે ટાઈમમાં ચાતુરમાસ દરમીયાન ચર્ચાત્મક વીષને છણ દરેક મનુષ્યની શંકાઓને સચોટ જવાબ આપી સાચુ જ્ઞાન, સાચો માર્ગ, અને સાચી દિશા લોકોને બતાવી. આ પ્રમાણે ઉત્સવ સહીત પુજ્યશ્રીનું આચાર્ય પદ ઉપર આવ્યા પછી સુરતનું પહેલું ચાતુરમાસ પુર્ણ કર્યું.
• ૭૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com