________________
વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.
થઈ જાય અને દુ:ખમાંથી છુટી જાય. આત્માની સત્તા
જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી ભવનું પરિભ્રમણુ પણ દુર થતું નથી. તમારાજ અનુભવથી સાબીત થયું છે કે અત્યાર સુધી આત્મા ઉપર વિષયનાં ઝેર ચડાવી ઝેરમય સ્વભાવ કરીને જ ઉન્નતિને અવરોધ કર્યો છે. કાચના મકાનમાં ગએલે કુતરે પોતાનું સ્વરૂપ જોઈને જેમ દુઃખી થાય છે તેમ તમારે આત્મા પણ સ્વયં દુ:ખ ઉમક્સ કરી બીજા ઉપર દોષ ચઢાવી મુકે છે. માટે ભાઈએ રચનાત્મક પ્રવૃત્તિ કરી આત્માને જગાડે જે સુષુપ્ત દશામાં રહી પોતાની શક્તિનો નાશ કરી રહ્યો છે. પોતાના આત્મધનને ક્રોધ, માન, માયા, વીગેરે લુંટારા લુંટી જાય છે તેને અટકાવવા માલિકને (આત્માને) જગાડે. જ્યારે તમારે આત્મા જાગશે ત્યારે દુનીયાની આસક્તિ છુટશે. આજે તમારામાં ખોટી રીતે મારાપણાની ભાવના પોષાઈ રહી છે. તેનો નાશ કરો. હું અને મારૂં જ્યાં સુધી નાશવંત વસ્તુઓમાં છે ત્યાં સુધી તમારા સમસ્ત દુખે જીવતા છે. કારણ, એક વસ્તુમાં મારા પણાની ભાવના આવતા જ આસક્તિને જન્મ થાય છે. અને આસક્તિના જન્મ પછી ક્રમ પ્રમાણે તેની પરંપરા રૂપ દુઃખે આવવાના છે તેમાં પણ દુન્યવી આત્માઓના દુ:ખનું મોટું કારણ તેઓનાં
: ૬૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com