________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
કૃત્યો નથી; પણ કૃત્યેની પછવાડે રહેલી આસક્તિ છે. આસક્તિથી મમતાપૂર્વક કર્મ કરવામાં આવે તેજ તેનાથી ઉભવ થનારા દુખે કરતા તે બહુ જ દુ:ખીત અવસ્થામાં જોગવવા પડે. દ્રષ્ટાંત તરીકે કઈ પણ મનુષ્ય નિરાધાર હોય તેના આધારભૂત એકનો એક પુત્ર મરણ પામતો જોવામાં આવે ત્યારે તેની સાથે જેને સંબંધ નથી, એવા તમને કંઈ પણ દુ:ખ થતું નથી અને તમને એ પાંચ સંતાન હોય અને સાથે સંપત્તિ પણ હોય એવા વખતમાં એક પુત્રને વિયેગ થવાનો પ્રસંગ આવે ત્યારે તમને કેટલું દુઃખ થાય ? એકના નાશથી દુ:ખ નથી થતું અને બીજાના નાશથી દુઃખ થાય છે. એ જ સિદ્ધ કરે છે કે તમે તમારા પુત્રની સાથે જે મમતા રૂપ અધ્યાસ બાંધે હતો તે અધ્યાસ બીજાના પુત્રની સાથે નહોતો બાંધ્યા. તેથી જ તમારા પુત્ર પરની આસક્તિને અંગેજ તમારા ઉપર દુઃખોને પહાડ ખડકાયે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે સંસારી આત્માઓના દુ:ખનું મૂળ આસક્તિ છે. અને આસક્તિ જન્મી તે સૃષ્ટિની જાળ તૈયાર થઈ. મેહવશાત તેમાં ગુંથાવવું જ પડે માટે ભાઈઓ આસક્તિને તેડવા ફળની આશા રાખ્યા વગર નિષ્કામ કર્મ કરે. મારાપણાની છાપ તમારા કોઈપણ
: ૭૦ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com