________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
વડોદરા શ્રીસંઘને પૂજ્યશ્રી સમજાવી રહ્યા છે. ત્યાં સુરતને સમસ્ત સંઘ પુજ્યશ્રીને ચાતુરમાસ માટે તેડવા માટે આવ્યા. સર્વ શ્રાવકોએ તથા વડોદરા શ્રી સંઘે સાંજને ટાઈમ હતું એટલે ભજન કરવાનું આમંત્રણ કર્યું. સુરતના સદગ્રહસ્થાએ કહ્યું કે પૂજ્યશ્રી તરફથી અમને સંતોષકારક જવાબ મળશે ત્યાર પછી અમને આહાર પણ ખપશે. પૂજ્યશ્રીને પણ કહ્યું કે અમારા બાળબચ્ચા સર્વે ને ભજન કરાવવા મોકલવા હોય તો આ ચાતુરમાસ સુરત મુકામે કરવું, એ નકકી કરે. અતુલ ભક્તિ ભાવ જોઈ અંતે પૂજ્યશ્રીએ સુરતનું ચાતુરમાસ નકકી કર્યું. સુરતને શ્રી સંઘ વડોદરા શ્રી સંઘના અત્યંત આગ્રહથી બે દિવસ નીવાસ કરી સુરત મુકામે ગયે. પૂજ્યશ્રીનું ચાતુરમાસ સંઘમાં જાહેર થઈ ગયું. સૌ આતુર નયને હવે પૂજ્યશ્રીની રાહ જોવા લાગ્યા. અનુક્રમે સંવત ૧૯૧૯ માં ચાતુરમાસ કરવા અશાડ શુદ ૧ ને દિવસે સુરત મુકામે ૪૫ યતીઓ તથા ૨૭ શિષ્ય વર્ગ સાથે પધાર્યા. સંઘમાં અગાઉથી ખબર થવાને અંગે ભવ્ય સ્વાગતની તૈયારી થઈ ચુકી હતી. ગામની બહાર સ્ત્રી અને પુરૂષ મેટા સમુહમાં ભેગા થયા હતા. પૂજ્યશ્રીનું મહોત્સવ સહીત સામૈયુ થવાનું હતું. તેને માટે સર્વ તૈયારી થઈ જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com