________________
વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.
,
,
,
,
બચ્ચા સાથે રમતા અને સૌને કહેતા કે બચ્ચાની સાથે બાળકવૃત્તિ રાખીએ તેજ આપણું સાથે બચ્ચ
મે તેમ કઈ પણ કાર્યની સાથે જ્યાં સુધી તલ્લીન ન થાઓ ત્યાંસુધી કાર્યની સિદ્ધિ બહુ મેડી થાય. તેમ ફરમાવતા કાળને નિર્ગમ કરતા પૂજ્યશ્રી જયચંદ્રજી સાથે વડોદરા મુકામે પધાર્યા. આચાર્યપદની લાયકાત કલ્યાણચંદ્રજીમાં જોઈને તથા વડોદરા શ્રી સંઘને આગ્રહ પણ ત્યાંજ આચાર્યપદ અપાય એમ ઈચ્છા જાણું આચાર્ય પદવીને દીવસ નક્કી કરી શ્રી સંઘમાં જાહેર કર્યું. આમંત્રણ પત્રીકાઓ બહાર પડી. ઉત્સવ ઉજવવા નિમિત્તે આચાર્ય પદવીના સમારંભમાં સ્થળે સ્થળેથી હજારે માણસ ભાગ લેવા આવ્યા. ત્યારબાદ વિક્રમ સંવત ૧૯૧૮ ના મહા સુદી ૧૩ ને દીવસે પુજ્ય શ્રી કલ્યાણચંદ્રજીને ૨૮ વરસની ઉમરે સમસ્ત શ્રી સંઘ સમક્ષ વિધી સહીત આચાર્ય પદ ઉપર આરૂઢ કર્યા. સર્વ જનતાના હદયમાં આત્મલ્લાસ પ્રગટી નીકળે. શાસનમાં ચારે તરફ જયજયકાર થયે. વિજયના પોકારે ચારે તરફ થયા. આખા સમાજમાં આનંદ પ્રસરી રહ્યો. ઘેર ઘેર સ્થળે સ્થળે હર્ષોન્માદ પ્રગટી નીકળે. સમાજના નાયક તરીકે પુજ્યશ્રી નીમાયા. નાયક વગરનું સૈન્ય આંખ વગરના દેહ જેવું છે. નાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com