________________
વડોદરામાં આચાર્ય પદ અને વિહાર
વાંચક પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી જેન જગતમાં દરેક રીતે પ્રખ્યાત થઈ ચુક્યા હતા. એમની વિદવતા અને ધ્યાન અને તપશ્ચર્યાથી ઉત્પન્ન થતી આત્મશક્તિના પ્રતાપે જેન જગતમાં નાનાથી મોટા પર્યત દરેકના હૃદયમાં બહુ માન ઉપજાવ્યું હતું. પ્રત્યેક સ્થળોએ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી જનતા ઉપર બહુ સારી અસર થઈ ચુકી હતી. અને તે વખતમાં એમના જેવી વિદ્વતા અને એમના જેવા શાસ્ત્રના જાણકાર થોડા હતા. પૂજ્યશ્રીની નમ્રતા અને સાદાઈ જોઈતેમના સમાગમમાં આવનારા પ્રત્યેક મનુષ્ય આશ્ચર્ય પામતા. કેઈ કઈ વાર તે પૂજ્યશ્રી નાના બચ્ચાની સાથે ગેલ કરાવા પણ લાગી જતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com