________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
~~~
~~~
~
~
~
આગળ વધતા જૈન ધર્મને અત્યાર સુધી ટકાવી રાખવાનું કામ યતીવએજ કર્યું છે. જેને ધર્મની વિજય પતાકા દેશે દેશમાં સ્વાર્થ ત્યાગી બની અમર બલીદાનના ગે રાજસત્તાઓની સામે થઈને પણ ફરકાવી છે. શાસનની સેવા બજાવી છે. ઈતિહાસમાં દ્રષ્ટિપાત કરે કુમારપાળને ગુજરાતની ગાદી અપાવવા પ્રયત્ન કરનાર કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રા ચાર્ય યતીજ હતા. વીર વનરાજ ચાવડાની કીર્તિ પણ શીયળગુણસુરી યતીના પ્રતાપે જ હતી. સમ્રાટ અકબર આગળ જૈનધર્મ સંબંધી પહેલી જ વાર માહીતી આપનાર હીરવીજયસુરી યતીજ હતા. ત્યાર પછી તેજ ધર્મમાં વધુ રસ લેતા બનાવનાર પૂજ્ય લઘુવરસીંહજી પણ યતીજ હતા. જહાંગીર અને માનસીંહ આગળ અહીંસાને પડહ આખા રાજ્યમાં પર્યુષણના દીવસમાં વગડાવવાને ઉપદેશ આપી હુકમ કઢાવનાર પણ તુલસીદાસજી યતીજ હતા. આવા એક નહીં પણ અનેક દષ્ટાંત યતીવર્યોની સેવાના સાક્ષીરૂપ ઈતીહાસમાં મેજુદ છે. જે વખતમાં દિલ્હીની ગાદી ઉપર સામ્રાટ અકબરની હાક વાગતી તે વખતમાં ૧૬૦૦ ની સાલમાં સમ્રાટ અકબરે સર્વ ધર્મના ધમોચાર્યોને બોલાવ્યા. તમામ ધર્મના ધર્મગુરૂઓની સાથે પોતાના મનનું નિરાકરણ કરવા
: પ૬ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com