________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
~~~~~~
~
રહીને કાળીદાસની સમજાવટને સાંભળી તેની અસરકારક સમજાવટથી તેઓ પણ ખુશી થતાં. ત્યારથી જ તેમણે પણ નકકી કર્યું હતું કે શાસનમાં હારી પાટ ઉપર આવી વિજય ડંકો વગાડવાની લાયકાત કાળીદાસમાં આવી ચુકી છે. હારા કરતાં પણ શાસનમાં યશ કીતિ વધુ સંપાદન કરે એવી શક્તિઓ અત્યારથી જ દેખાઈ આવે છે. પૂજ્યશ્રી અનુકમે મારવાડમાંથી નીકળી કાઠિયાવાડની ભૂમિ ઉપર પગલા માંડવા લાગ્યા. ત્રણ વરસ સુધી અભ્યાસ કરાવી ૨૦ વરસની ઉમર જ્યારે કાળીદાસની થઈ ત્યારે હવે દીક્ષાકાળ થયે એમ જાણું વિહાર કરતા અનુક્રમે સંવત ૧૯૧૦ માં જુનાગઢ મુકામે પધાર્યા. સમસ્ત પરિવાર સહિત જુનાગઢ આવી શેષકાળ વિચરતા ત્યાંના શ્રી સંઘની ઈચ્છાથી વૈશાખ સુદ ૩ ના શુભ મુહુર્તી હોટા મહોત્સવ સહીત ૨૦ વરસની ઉંમરે કાળીદાસને દિક્ષા આપી. કલ્યાણચંદ્રજી નામ પાડવામાં આવ્યું. પરીના તળાવ આગળ વડના ઝાડની નીચે પંચ મુછી લેચ કર્યો. દિક્ષા મહોત્સવમાં જુનાગઢ શ્રી સંઘે તન મન અને ધનથી અપૂર્વ સેવા કરી. જે ટાઈમે દિક્ષાને લેચ થયે તેજ ટાઈમે પૂજ્ય કલ્યાણચંદ્રજી વડના ઝાડની નીચે કાઉ. સગ્ગ ધ્યાનમાં પ્રવર્યાં. સમાજ વિખેરાયે. ધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com