________________
જુનાગઢમાં દિક્ષા.
w
સાથે તીવ્ર બુદ્ધિથી અભ્યાસ ક્રમ વધારવા લાગ્યા. પૂર્વે થોડુંક જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમાં અત્યારે શિધ્ર વૃત્તિથી આગળ વધતાં ન્યાય, તર્ક, અલંકાર, છંદ વગેરે શાસ્ત્રોમાં પારાગત બન્યા. સમાજના ઉદય માટે ભક્તિ અને જ્ઞાન અતિ આવશ્યક છે એવી તેઓની દૃઢ માન્યતા હતી અને તેથી જ પિતાનું સંચમી જીવન જ્ઞાનમય બનાવવા પ્રયત્ન કરી રહ્યાં હતા પૂર્વથી વૈરાગ્ય તો હતો જ. તેમાં જ્ઞાન અને ચારિત્ર ભાવનાની વૃદ્ધિ થઈ. વૈરાગ્ય વાસિત ભૂમીકામાં આનંદ માની અભ્યાસક્રમમાં વિચરતા તમામ પોતાના ગુરૂબંધુઓને કહેતા કે ભાઈએ ! સંસારનો ખ્યાલ મને પૂર્ણ રીતે આવ્યું છે. સંસારનું સ્વરૂય ઇંદ્રની જાળ અને વિદ્યુતના ચમકારા જેવું છે. સંસારી આત્માઓની સ્થિતી પણ તેવી જ છે. એક સરખી સ્થિતી રહેતી નથી. પ્રત્યેક વસ્તુને ખ્યાલ કરે સંસારના ચોગાનમાં કોણ સુખી છે? કોઈને સ્ત્રી સંબંધી તો કોઈને પુત્ર સંબંધી કેઈને દ્રવ્ય સંબંધી તો કોઈને ઘર સંબંધી તો કોઈને મિત્રાદિકના વિગ સંબંધી એમ કેઈને કાંઈ દુ:ખતે રહ્યા જ કરે છે. કર્મને વશ પડેલા પ્રાણીઓ પ્રાચે સુખી હતાજ નથી. પ્રત્યેક મનુષ્ય પોતાથી વધારે સગવડતા જેને પ્રાપ્ત થઈ હોય તેને સુખી માને
૪૧ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com