________________
દિક્ષાની ભાવના.
બાંધત. માટે તે મમતાનું વહેણ આત્માના કલ્યાણમાં વાપરી મને આત્મકલ્યાણ કરવા દ્યો અને જે આપ હઠપૂર્વક મારી વાતને અવગણી વિવાહના કાર્યમાં મને જોડશે તે જાણશે કે તમારે આ પુત્ર દુનીયામાં નથી. સર્વ પ્રકારે વૈરાગ્ય વાસીત હૃદય જાણ કુટુંબીઓને પણ આવા સમાચાર મળતા દોલાજીને અને નજીભાઈને સમજાવ્યાં. કે કોઈ પણ રીતે હવે તમારે પુત્ર નહીં રહે માટે હવે તમે રાજીખુશીથી રજા આપો. સવે કુટુંબીઓના કહેવાથી દોલાજી પોતાના પુત્રની સાથે ઉપાશ્રયે આવ્યા. પૂજ્યશ્રી જયચંદ્રજી આગળ આવી વિધિ સહિત વંદના કરી અને નમ્રતાથી કહેવા લાગ્યા કે હે મોક્ષ દાતા ભદધી તારણહાર તીર્થ સમાન, આત્મ સ્વરૂપ, આપને વિનંતિ કરી કહું છું કે આપને ગામે ગામ સર્વ શ્રાવકે અચેત વસ્તુ વહેરાવે છે જયારે હું આ મારો પુત્ર કે જેને આપના સમાગમથી સંસારની અસારતા સમજાઈ ગઈ છે અને આપના ધર્મોપદેશથી તેનું પુણ્ય જાગૃત થયું છે આપશ્રીના સમાગમના પ્રતાપે સર્વ જીવને અભયદાન સ્વરૂપ અને વિશ્વની મિત્રીરૂપ દિક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને તે જીજ્ઞાસા વિજળીની પેઠે રોમેરેામમાં વ્યાપ્ત થતાં
:૩૭ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com