________________
બાલ્ય કાળ.
~
~~
~" . • • •
સુકોમળ આંગળીએ, વિશાળ હદય, ઉજજવળ વર્ણ મનરંજન ગતિ, અને દેખતાંજ પ્રિતી ઉપજાવે એ તેમને દેખાવ હતે. સામુદ્રીક ભાવ સ્થળને જોતાંજ આ કઈ મહા પુરૂષ થશે એમ જાતીષીઓ પણ કહેતા.
માતાપીતા અને વડીલ ભાઈ બહેનનું વાસત્ય સ્વભાવીક રીતે વિશેષ હતું. અનુક્રમે વય વધતાં પાંચ વરસને જ્યારે થવા આવ્યું ત્યારે બાળકની ટુંકી બુદ્ધિ અનુસાર પોતાના પરિવારને ઓળખવા મો, જ્યારે બાળક ચાલતાં શીખે છે ત્યારે તેને લાગે છે કે પોતે ચાલે છે. પોતાનું શરીર ચાલે છે તે હું અને તે સિવાયનું બીજું બધું તે હું નહી એમ તેને લાગે છે. જે હું નહી તેને તે જગત કહે છે તે જગતમાં રહેલા બીજા માણસની સાથે તેને ધીરે ધીરે સંબંધ થાય છે. સામાન્ય બાલ્યવયથી કાળીદાસની બાલ્યક્રીડા જુદી જ દેખાતી હતી. કાળીદાસ જ્યારે રમતો ત્યારે પોતે યતિ બને બીજા પોતાના સંબતીઓને શ્રાવકો બનાવે માટીના પાત્રા બનાવી તેમના કપત માનેલા ઘરમાં પહેરવા જાય. અને સાંજે પ્રતીકમણ કરે. સવારમાં વ્યાખ્યાન વાંચે છેકરાંઓ સાંભળવા બેસે. જુઠું બોલવું નહી, માબાપની સેવા કરવી, ચોખા રહેવું. આમ બાલ્ય
: ૧૧ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com