________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
પાયે જે સંયમમાં હોય તે અવનતિના માર્ગમાં હું શા માટે જાઉં ? જેને સાધારણ જીવન બનાવવું હોય તે ઉંચ્ચ માગે ગ્રહણ કરી ન શકે. હવે તે હું ગુરૂના સંસર્ગમાં બે વર્ષ રહી સત્ય માર્ગ સમજ્યો છું. દુનિયામાં જીવ પોતે પરણી પરતંત્રતા મેળવી બીજાઓને પરતંત્ર બનાવવામાં રાજી હોય છે, તે હું કયાં નથી સમજતે ? વાંચક ! ગુરૂના સંગમાં કાળીદાસને સમજાઈ ગયું હતું કે આત્માની નિર્મળતા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી મુક્તિ મળે જ નહીં. આ મક્કમ વિચારેજ સંસારની અસારતા દેખાડી હતી. પોતાની નજરે ઉદર પોષણ અર્થે અનેક મનુભ્યોને છળ પ્રપંચ વિગેરે કરતા જોઈને જ હૃદય વૈરાગ્યવાન બન્યું હતું. પ્રત્યેક ઘરે તથા સંસારિક કુટુંબીઓમાં ભાઈ ભાઈઓમાં ઈષ વેર ઝેર અને અદેખાઈને જન્મ થતો જતા હતા. દેહના સુખ માટે આત્મભાન ભૂલી ધર્મની ગારવતાને દૂર કરીને વ્યવહારનું પોષણ કરતા અનેક કુટુંબોને જોયા હતા. કાળીદાસને ભાઈ ભાઈમાં ભેદ જણાય. માતા પિતામાં ભેદ જણાય. તમામને સંબંધ સ્વાર્થમય છે એમ નકકી કર્યું. તે સ્વાર્થમાં આખું જગત બંધાયું છે. મારે નથી બંધાવું એમ સ્વગત બબડ્યા
-: ૨૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com