________________
દિક્ષાની ભાવના.
નાયક નિમગ્ન બન્યા છે. એક દિવસ વિચાર કર્યા કર્યો. માતા પિતા તેનું પ્લાન મુખ જોઈ તે પણ વિચાર કરવા લાગ્યા. બીજા દિવસની રાત્રે પણ તેજ વિચારેની અથડામણ. ત્રીજો દિવસ થયે રાત્રી પડી રાત્રીની કાળી ચાદરથી આખું શહેર ઢંકાઈ ગયું. આખું શહેર નિદ્રામાં પરવશ થયું ત્યારે કાલીદાસ અગાશીમાં ફરે છે. ફરી વિચારોનું તુમુલ યુદ્ધ શરૂ થયું. ત્રીજા દિવસની રાત્રીએ અનેક વિચાર આવવા લાગ્યા. રાત્રીને અંધકાર અને એકાંત વિચારેને બળવાન બનાવે છે. અને એક નિશ્ચય પર આવતા લાગણીઓને પણ ઉશ્કેરી મુકે છે. સૂર્યના પ્રકાશમાં અશકય લાગતા કાર્યોને રાત્રીના અંધકાર અને એકાંત શકય બનાવે છે. ચાર ખૂની અને વ્યભિચારી પણ પોતાનો વિચાર રાત્રીના ઘાઢ એકાંતમાં મક્કમ કરે છે. અને વૈરાગ્યવાન આત્માઓ પણ પોતાનો વિચાર એકાંતમાં નક્કી કરે છે. એજ એકાંતમાં કાળીદાસ વિચારના તરંગમાં ઉડી રહ્યાં છે. તેમણે અગાશીમાં ફરતા ફરતા અનેક નિશ્ચય કરી નાખ્યાં. તેમાં એક વિચાર આવતા જરા થંભ્યા. પૂર્વના ઘણા પુરૂષે આવી જ કુટુંબ અથડામણીથી ત્રાસી જંગલમાં ચાલ્યા ગયા છે. તે માર્ગ કેવો? સ્વગત વિચારવા લાગ્યા તેને માટે આખુ કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com