________________
આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
અને તેમનામાં સંસારી જેટલી પણ આત્મશ્રદ્ધા રહેતી નથી. અને આ પ્રમાણે દિક્ષાના અમાનુષ ભર્યાં સાધુના વર્તનથી ઘણુંાખરા વર્ગ સારા કે ખાટા તમામ સાધુએ પ્રત્યે અચીવાળા થયા છે. વસ્તુ સ્વરૂપે સ્વાર્થ હાય એટલે પરમાર્થ તરફ ષ્ટિ ન જાય. તનુસાર શિષ્યાના લૈલે સિદ્ધાંતનું પણ ઉમ્મુલન થાય. વાસ્તવિક રીતે જેને તેને ગમે તે રીતે દિક્ષા આપવાની પ્રથાએ અનેક મનુષ્યા દિક્ષા લઇ પૈસા મેળવી ભાગી ગયાના અનેક દાખલાએ બન્યા છે. છતાં સમાજના પૂજનીય તરીકે લેખાતા ધર્મગુરૂઓના માનસમાંથી તે વાત નીકળતી નથી. અને તેથી જ શાસનની દુર્દશા પણ અટકવાની નથી.
અસ્તુ અત્યારે તે પુત્રની ફરજ માતા પિતાને સતાષી દિક્ષા લેવી એમ કહી કાળીદાસને જવા આદેશ આપ્યા.
ગુરૂદેવની આજ્ઞા સાંભળી સત્વર માતા પિતા આગળ રજા લેવા ગુરૂવર્ય આગળથી રવાના થયા. રસ્તામાં માતા પિતાને સમજાવવાની વિચારણા નક્કી કરી લીધી, તેજ વખતમાં પ્રભાત થઈ ગયુ પછી કાળીદાસને ન જોતાં માતા પિતાના હૃદયમાં
: ૩૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com