________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
-૧૧૧૧-
~-~~-~~~
થાય, ત્યાં સુધી સંતતી ઉપર પડતા વિકારના રજકણે નહી અટકાવાય. અને આજે તેથી જ અડગ આત્મશ્રદ્ધા કયાંય દેખાતી નથી. દષ્ટિપાતથી ભસ્મ કરી નાંખનારૂં સતીત્વ આજે કયાં છે ? પવિત્રતાથી શૂળી ફેડી સિહાસન બનાવનાર સુદર્શન કયાં છે ? આવા મહાપુરૂષોને જન્મ આજના વખતના સ્ત્રી પુરૂષોએ ભેગા થઈને જ અટકાવ્યું છે. વાંચક દોલાજી તથા નો જબાઈમાં પવિત્રતા હતી. સત્યતા હતી, સંયમ હતું અને તેને જ અંગે સર્વ સ્થળેથી અનુકૂળતા પ્રાપ્ત થતી હતી. એક દીવસે પ્રભાતના ટાઈમે નજીભાઈ દોલાજી આગળ આવી, નમ્રતાપૂર્વક વાત કરવા માંડી. આજે પ્રભાતમાં સ્વપ્ન દેખાયું અને તેમાં મેં એક મોટા કેસરી સિંહને પુછડું હલાવતે જે અને ત્યાં મારી નિદ્રા ખલાસ થતાં આંખ ઉઘડી ગઈ અને બેઠી થઈ. વાંચક ! તેજ રાત્રીએ નજીબાઈએ મોટી ઉમરે સ્વનના પ્રભાવથી ગર્ભ ધારણ કર્યો. દલાજીએ કહ્યું કે મહાન લાભ આપણને મળશે. અને આ સ્વપ્નનું ફળ અલૌકિક મળવું જોઈએ એમ વાત કરી સૌ પોતપોતાને કામે વળગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com