________________ મંત્રી અને તેની સ્ત્રીઓ તે રાજાને ભાગ્યવડે શોભતી, ઉત્તમ ગુણસંપ• રાણી. ત્તિવાળી અને મનને પ્રીતિ કરનારી કીતિ સુંદરી આદિક ઘણી પ્રિયાઓ હતી. તે રાજાને મતિસાગર નામે મંત્રી હતા. તે રાજ્યતંત્ર જાણનારાઓમાં અગ્રેસર, શ્રેષ્ઠ ચતુરાઈનું મંદિર મંત્રી અને સર્વ શાસ્ત્રમાં નિપુણ હતો. તેના અંગનું સંદર્ય જોઈને પિતાનું અંગ ધારણ કરી રાખવા નહીં ઈચ્છતો કામદેવ મહાદેવના નેત્રના અગ્નિમાં તેનો હોમ કરવાના મિષથી શરીરનો ત્યાગ કરી અનંગ થયો હોય એમ જણાય છે. તેણે વિદ્યાની સુંદરતાથી–નિપુણતાથી બૃહસ્પતિને જીતીને લઘુ કર્યો હતો. તેથી તે જીવ માત્ર જ (માત્ર જીવરૂપેજ ) રહ્યો છે, અને તેથી કરીને જ તેનું જીવ એવું નામ કહેવાય છે. તે મંત્રી ક્ષમાવાન, દાતાર, ગુણગ્રાહી, શક્તિમાન, રાજા ઉપર ભક્તિમાન, વ્યવહારને જ્ઞાતા, સામાદિક ઉપાયને જાણનાર, વિનયવાન અને ન્યાયવાન હતો. રાજા પોતાના રાજ્યવ્યાપારનો સર્વ ભાર તે મંત્રી ઉપર નાંખી પોતે નિર્ભય અને નિશ્ચિત થઈ નિરંતર ભેગ ભેગવવામાં આસક્ત રહેતો હતો. કામદેવને રતિ અને પ્રીતિની જેમ તે મંત્રીને બે પ્રિયાઓ હતી. તેમાં પહેલી પ્રીતિસુંદરી નામની અને બીજી ગુણસુંદરી નામની હતી. દેવાંગનાઓના રૂપનું સર્વસ્વ-તેજ ખુંચવી લઈને વિધાતાએ આ બે સ્ત્રીઓને રચી હતી, તે દુ:ખથી દેવોની નિદ્રા ઉડી ગઈતેથી તેઓ “અસ્વપ્ન એવે નામે ઓળખાવા લાગ્યા. પરંતુ વિધાતાએ તો પોતાની વૃદ્ધાવસ્થાને લીધે પ્રાપ્ત થતા વિકળતાના પ્રવાદને (દોષને) દૂર કરવાની ઈચ્છાથી આ બે સ્ત્રીઓને રચી પોતાનાં વિજ્ઞાનની શક્તિ જ દેખાડી હતી. તે બે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યથી કેવળ પતિના જ ચિત્તને હરણ કરતી હતી એટલું જ નહીં, પરંતુ દેવાંગનાઓના અંગની * 1 બૃહસ્પતિનું બીજું નામ “છવ” છે. 2 સામ, દામ, ભેદ ને દંડ–એ ચાર નીતિ. ' . ' ' ' ' . : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust