________________
ક્ષણી! તમને જે હોંશ હોય તે પિતાને ત્યાંથી ધન મંગાવી બીજું મંદિર બંધાવી બારણું મોટું કરાવો.” વિરાંબાઈ ગંભિર હતાં જેથી સાસુજીના શબ્દો પેટમાં ઉતારી દીધા. પછી થોડા દિવસ જવા બાદ પિતાને ત્યાંથી અસંખ્ય દ્રવ્ય મંગાવી બીજા જ વરસમાં સં. ૧૬૫૦ માં બીજું પિતાની સાસુથી પણ વધુ સુંદર મંદિરનું ખાતમુહૂર્ત કરાવ્યું અને પાંચ વર્ષમાં તે દેવવિમાન સરખું બાવન જિનાલયનું મંદિર તૈયાર કરાવી દીધું અને તેનું “રત્નતિલક પ્રાસાદ” એવું નામ રાખ્યું.
પુણ્યવંતને શી ખામી હોય!તેમના ભાગ્યવશથી તરતજ એ સમયે ફરતા ફરતા (સેમસુંદરસૂરિ) સેનસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે ધર્મનાથ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૬૫૫ માં કરી ને અંજનશલાકા પણ કરી. એજ સેનસૂરિ મહારાજે સાસુજીના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરી હતી. મંદિર દરીયા કિનારે આવેલું છે.
આ દેરાસરની સંભાળ જંબુસરને સંઘ રાખે છે. હાલમાં જીર્ણોદ્ધારનું કામકાજ ચાલુ છે
કાવી તીર્થની યાત્રા કરવા ખંભાત થઈને મચ્છવામાં જવાય છે તેમજ પાદરા થઇને પણ જવાય છે.
શ્રી દીપવિજયજી કવિરાજે આ શ્રી ઝાષભદેવ તથા ધર્મ નાથના સ્તવનની ઢાલ સં. ૧૮૮૬ માં બનાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com