________________
૫૭
કરીને આ દ્વારિકા પણ છે; પરંતુ તે કઈ સાલમાં વસી તે કઈ ઐતિહાસીક પુરાવાથી જોઈ લેવું, હાલની દ્વારિકા પણ સમુદ્ર કિનારે આવેલી છે અને તે બરડાધીશ નામદાર ગાયકવાડ સરકારની હકુમતમાં છે.
૪૧ બરડા ડુંગર, - સોરઠમાં બરડાના ડુંગર ઉપર આઠમા વાસુદેવ લમણ અને રામચંદ્રના સમયમાં રાણું કૈકેયી હર્ષથી પતિની આજ્ઞાથી બાલ અવસ્થામાં રામ આદિ પુત્રોને લઈને આવી હતી. બરડાના ડુંગર ઉપર બરડા રાક્ષસે બંધાવેલું ભાવી તીર્થકર શ્રી નેમીનાથનું મંદિર હતું, ભક્તિપૂર્વક ત્યાં મહોત્સવ કરી માગને દાન આપ્યાં, ચૈત્ય જીર્ણ થયેલું હોવાથી કૈકેયીએ તેને ઉદ્ધાર કર્યો, અને નેમીનાથની પુન: સ્થાપના કરી.
પ્રખ્યાત બરડાના ડુંગર ઉપર ધુમલી શહેરમાં જેઠવા વંશમાં હલામણ જેઠ નામે રાજા થઈ ગયો છે. જેના કાકા શીયારાએ તેને દેશવટો આપે હતે. સેનકુમારી તેમાં નિમિત્ત કારણ હતી. છેવટે હલામણ સેનરાણને પરણને ધુમલીનું રાજ્ય પાછું મેળવે છે. વિશેષ હકીકત માટે જુઓ કાઠીયાવાડી ઐતિહાસીક સાહિત્ય ! સેરઠમાં બરડાનો ડુંગર પોરબંદરની નજીક આવેલો છે, હાલમાં પણ પહાડ ઉપર ધુમલી ગામ આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com