________________
૮૮ ૭૯ ચિત્રકૂટ (ચિત્તડ.)
અસલ ચિતોડ એ મેવાડના સૂર્યવંશી સીસોદીયાઓની રાજ્યધાની ગણાતું, મેગલ સમ્રાટેના આક્રમણને લીધે તથા અલાઉદ્દીન બાદશાહના આઘાતને લીધે તેની ઉપર પણ અનેક ચડતી પડતીઓ આવી ગઈ. સીદીયાઓના મૂળ પુરૂષ બાપારાવળે આઠમા સૈકાની શરૂઆતમાં ઈડરથી આવી ચિતોડમાં ગાદી સ્થાપેલી સંભળાય છે. તેની પાસે ચિત્રકેટ પહાડ છે, ત્યાં સીદીયાઓને માટે કીલે છે. ડુંગર ઉપર જૈન મંદિરો પણ છે. અહીંયાં સિદ્ધસેન દિવાકરસૂરિ વિકમ રાજાની વખતમાં આવેલા છે, તેમણે એકથંભનું પિતાની શક્તિની ઉપરવટ જઈને ઢાંકણું ઉઘાડયું તે એક પુસ્તક નજરે પડયું. તેમાંથી બે વિદ્યાઓ વાંચી યાદ કરી લીધી, આગળ વાંચવા જતાં દેવતાએ પુસ્તક પડાવી લીધું અને સ્થંભનું ઢાંકણું બંધ થઈ ગયું.
વૃદ્ધગચ્છાધિપતિ શ્રીમદ્ જગચંદ્રસૂરિ હંમેશ આંબેલને તપ કરતા હતા, જેથી તેઓને ચિતોડમાં જ ત્યાંના રાજાએ સંવત ૧૨૮૫ માં તપાગચ્છનું બિરૂદ આપ્યું. બાર વર્ષ પર્યત તેમણે બેલનું તપ કર્યું હતું. ત્યારથી વડગચ્છનું નામ તપાગચ્છ પડયું. દીગંબરીયાને વાદમાં પરાજય કરવાથી જગચંદસૂરિને ત્યાંના રાજાએ “હીરલા ”
એવું બિરૂદ આપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com