________________
ર
૧૦૧ નાગાર.
અહીંયાં દેરાસરજી એક મોટુ અને વિશાળ છે, નાગેારમાં સુવર્ણની પ્રતિમા એક હાથ ઉંચી જાત્રા કરવા લાયક છે. એને કેટલાક નાગપુર પણ કહે છે. અહિંયા હેમાચાર્ય મહારા જે ચામાસું પણ કર્યુ છે. જે વખતે કુમારપાળ રાજાએ પાટણુમાં ત્રિભાવનવિહાર નામનું જીનાલય કરાવ્યું. તેની પ્રતિષ્ટા કરવા આચાર્ય ને તેડવ અહીંયાં નાગેારમાં આવવું પડયું હતું.
૧૦૨ વીકાનેર.
મારવાડમાં વીકાનેર પણ મેાટુ શહેર ગણાય છે. સમય સુદર ગણિએ પેાતાના સ્તવનમાં કહ્યું છે કે—
વીકાનેરજ વદીયે ચીર નદીયેરે, અરિહ ંતનાં દેરાં આઠ, તીર્થ
અહીંયાં આઠ તે પ્રખ્યાત દેરાસરે છે. તેમજ ઉપાશ્રય વગેરે ઘણા છે. ગામ (શહેર)ની જાહેાજલાલી સારા પાયા ઉપર છે.
૧ મંદીરસ્વામીનું
૨ નેમીનાથજીનુ
૩ પાર્શ્વનાથજીનું ૪ મહાવીરસ્વામીનું
૫ ચિંતામણીજીનુ ૬ રીખવદેવસ્વામીનુ
૭ કુંથુનાથજીનું ૮ સુમતિનાથજીનું
એવી રીતે મુખ્ય દેરાસરે અવેલાં છે. જેમાં પ્રતિમાએ ઘણી છે. જાત્રા કરવા લાયક છે. ધર્મશાળાની પણ સગવડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com