________________
૧૨૮
પ્રયાગમાં (પુરિમતાલ) વડ વક્ષની નીચે આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેથી જેનામાં પુરીમતાલ તીર્થ તરીકે મનાય છે. અને તેથીજ અક્ષય વડની નીચે ભગવાનનાં પગલાંની સ્થાપના કરેલી છે. હાલમાં કિલ્લામાં વડનું થડ રહેલું છે, તેની નીચે ચરણ છે. પણ કાંઈ નામ નિશાન નથી કે કેનાં પગલાં છે, છતાં પૂજારી લેકે જેને દર્શન કરાવે છે. અહિયાં ઘણું ધર્મશાળાઓ છે. અત્યારે માત્ર ક્ષેત્ર ફરસના છે. પ્રથમ પુરિમતાલ નગર તરીકે તે ઓળખાતું હતું. શહેરથી ત્રણેક કેશ ઉપર મુકીગ જ છે, ત્યાં દેરાસર બંધાવેલું છે પણ પ્રતિષ્ઠા થઈ નથી.
અગ્નિકાપુત્ર આચાર્યને ગંગા નદી ઉતરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું જેથી પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. અહાબાદથી બે ગાઉ દૂર પુરિમતાલ તીર્થ (કીલો છે તેને કહે છે) આવેલું છે. આ તીર્થ વિચ્છેદ ગયેલું માનવામાં આવે છે.
૧૬૦ કેશબી.
અલહાબાદથી ૧૮ કેશ ઉપર પપાસા ગામ છે, જેના શાસ્ત્રમાં તેને કોસંબી નગરી કહે છે. યમુના નદીને કાંઠે હાલમાં “કેસમઈ” નામે અને કેસમખીરાજ” નામે બે ગામ છે, તે પ્રયાગથી લગભગ ૨૦ ગાઉ થાય છે. આ બન્ને ગામો નજીક નજીક સંભવે છે. આ ગામની પાસે જ પપાસા નામે
ગામ છે જ્યાં પ્રાચિન કિલ્લો પણ છે. તેમ તે ગામ પણ યમુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com