Book Title: Jain Tirthmala
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૦ ગણાતું. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી મહા સમર્થ અક્ષય વિર્યવાન પુરૂષ તે મહાભૂજ,અહીંના રાજા હતા. છશ્વાસ્થાવસ્થામાં અષભદેવ ભગવાન વિહાર કરતા તક્ષશીલાની બહારના ઉદ્યાનમાં એકદા કાઉસગ્ગ:ધ્યાને રહ્યા હતા. જ્યારે બાહુબલીજીને ખબર પડી કે ભગવાન કાઉસ્સગ્ય ધ્યાને નગરની બહાર રહેલા છે, તે પ્રભાતમાં હું વંદના કરીશ. એમ વિચારી નગરીને શણગારી, પણ પ્રભાત થતાં ભગવાન તે વિહાર કરી ગયા ને રાજા ત્યાં આડંબરથી વંદન કરવા આવ્યા ત્યારે ભગવાનને વિહાર કરી ગયેલા જાણુ મહાભૂજ બાહુબલી એક નાના બાળકની માફક શેકથી રડી પડ્યા. ઘણીવારે હદય ખાલી થયે છતે મંત્રીઓએ તેમને સમજાવી શાંત કર્યા. પછી ભગવાનના જ્યાં બે ચરણની સ્થાપના હતી ત્યાં માટે પ્રાસાદ કરાવ્યો અને તે બે ચરણની સ્થાપના કરી તેની ઉપર ધર્મચક્ર મૂકયું. તે સિવાય તક્ષશીલામાં પૂર્વે બીજા પણ અનેક દેરાસરે શોભી રહ્યાં હતાં. મહાસમર્થ એવા ચક્રવર્તી ભરત મહારાજા પણ લડાઈમાં મહાભૂજ બાહુબલીને જીતી શક્યા નથી. કેમકે બાહુબલી ત્રણ જગતને જીતવાને પણ સમર્થ એવા અક્ષય વીર્યવાન પુરૂષ હતા. અનંત શાક્તવાન વીર્થકરથી જ માત્ર તેમનું બળ ઉતરતું હોય છે. લડાઈમાં મહાસમર્થ એવા ચક્રવર્તીને પણ જીતી લઈ પછી તરતજ તેમણે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી અંતરંગ શત્રુઓને પણ (કેધાદિકને) જીયા. વળી બાહુબલી કાઉસગ્ગ ધ્યાને એકજ જગ્યાએ વરસ દિવસ સુધી સ્થીર રહ્યા. પછી ભગવતે મોકલેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ચથી દીક્ષા બાબતે કાઉકલેલા

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174