________________
૧૪૮
નવ દેરાસરે છે. ચિતામણું પાર્શ્વનાથ તેમજ ગોડી પાર્શ્વનાથ એ બે શીતુશાહના મહોલ્લામાં, શ્રી ધર્મનાથ ને શાંતિનાથનાં બે ભેગાં લાખેરવાડીમાં, તેમાં એક રત્નની અને એક પાનાની પાર્શ્વનાથની પ્રતિમા છે. ચોથું મંદિરસ્વામીનું લાખેરવાડીમાં, પાંચમું વાસુપૂજ્ય ને ચંદ્રપ્રભુનું તેમજ છ શાંતિનાથ ને સાતમું આદીશ્વરનું ને આઠમું નેમનાથનું બીજા ગભારામાં મક્ષી પાર્શ્વનાથ છે; તેમજ નવમું શાંતિનાથનું મોટા રસ્તે એ પ્રમાણે નવ દેરાસર છે, અહીંયાં સીદરીઓ સારી વખણાય છે. મનમેહન પાર્શ્વનાથનું દેરાસર મોટું ગણાય છે. તેમાં સમેતશિખરને પહાડ લાકડાને બનાવેલ છે. ૧૭૯ પુના,
મનમાર અને બેન્ડ એ બે ઠેકાણે ટ્રેન બુરાનપુરથી આવતાં બદલવી પડે છે. સ્ટેશનથી શહેર દેઢ મેલ દૂર છે. અહીંયાં બે ત્રણ ધર્મશાળા છે. એકંદરે દેરાસરો દશ છે. અહીં વેતાળ પૅઠમાં ચાર દેરાસર છે. જગવલ્લભ પાર્શ્વનાથ, સંખેશ્વર પાર્શ્વનાથ ને ચિંતામણી પાર્શ્વનાથવાળું મોટું દેરાસર છે. ન્હાવાની સગવડ છે, શનીવાર પૅઠમાં એક દહેરું છે. રવીવાર પૅઠમાં એક દહેરૂં છે તથા એક બીજું દેરાસર દોઢ મૈલ દૂર છે. સેલાપુર બજારમાં એક, લશ્કરમાં એક, વાડીમાં એક–એ પ્રમાણે સાત શિખરબંધ અને ત્રણ ઘરદેરાસર મળી દશ દેનાર છે. પુના અસલ પવાની રાજધાનીનું શહેર હતું.
અહીંથી , બઈ જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com