________________
૧૫ર
હતાં; તેમજ જૈનોની વસ્તી પણ સારી હતી. ત્યાં એકદા રેગનો ઉપદ્રવ થયે તે નિવારવાને માનદેવસૂરિએ નાંદેલમાં રહીને ત્યાંના સંધની આજ્ઞાથી લઘુશાંતિ રચી તે ગણવાથી રોગની શાંતિ થઈ, પણ ત્યારપછી ત્રણ વરસે તે નગરનો તુરૂષ્ક લેઓએ નાશ કર્યો. ત્યાં પછી ગિજની તેમણે વસાવ્યું હોય અથવા તે તેનું જ ગિજની નામ રાખ્યું હોય તેમ સંભવે છે. મહમદ, શાહબુદ્દીન વગેરે સુલતાને આજ શહેરમાં થઈ ગયા છે. પૂર્વે ગિજની અફગાનીસ્તાનની રાજ્યપાની હતી, પણ હાલમાં કાબુલ છે. ૧૮૨ કુંડલપુર. : મધ્યહિંદુસ્તાનમાં ડામહ સ્ટેશનથી સાત કોશના ફાસલે પર આ તીર્થ આવેલું છે. અહીંયાં આ તીર્થ પહાડની નજીક છે, પહાડ ઉપર પણ પચ્ચાસ મંદિર હતાં, નીચે આવતાં તળાવની પાળ ઉપર પણ મંદિર હતાં, આ બધાં મંદિરે બે માઈલના વિસ્તારમાં પથરાઈ રહેલાં હતાં, પહાડ ઉપર મહાવીરસ્વામીની ચાર ગજ ઉંચી ત્રણ પ્રતિમાઓ છે. અહીં અગાઉ ફાગણ માસમાં મેળો ભરાતે તે પણ હાલ ત્રીસ વરસથી બંધ હતું, પણું વળી પાછો ચાલુ થયે છે, ત્યાં હમણાં જીર્ણોદ્ધાર થયે છે.
કુંડલપુર મોટું શહેર હતું, અહીંયાં પાર્શ્વનાથનું મોટું મંદિર હતું. જુઓ કુંડલપુર પાશ્વનાથ? શ્રીપાલરાજાએ પણ આ શહેરમાં આવી વીણુ વગાડીને અહીંની રાજકુવરીને જીતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com