________________
૧૫૩
૧૮૩ અષ્ટાપદ પર્વત (અદ્રશ્ય).
ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલું છે. હાલમાં તે આ તીર્થ અદશ્ય છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વગર ત્યાંની જાત્રા થતી નથી. એ પર્વતની ચારે બાજુએ બીજા સગરચક્રીના પુત્રે ખાઈ ખેદીને લાવેલા એવી ગંગા નદી આવેલી છે અને વચમાં અષ્ટાપદજીને પહાડ આવેલો છે. એક એક જેજને એક પગથીયું એવા આઠ જેજને આઠ પગથીયાં ભરત મહારાજાએ બનાવેલાં એવાં આ પર્વતને આવેલાં છે. આઠ પગથીયાં ઉપરથી અષ્ટાપદ એવું નામ પડેલું છે. ઉપર મધ્યમાં સોનાનું શિખરબંધી દેરાસર છે, તેમાં જે જે કાળે અરિહંતનાં જેવાં શરીર હતાં, તેના પ્રમાણે ૨૪ ભગવતેની ૨૪ પ્રતિમાઓ તેટલા જ પ્રમાણુવાળી અને તેમના જેવા શારીરિક વર્ણવાળી બિરાજમાન છે. અહીંયાં પ્રથમ તીર્થકર શ્રી આદીનાથ પ્રભુનું મોક્ષકલ્યાણક છે. આ તીર્થ ભરત મહારાજાએ સ્થાપન કરેલું છે. છેલ્લા વીર ભગવંતના મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામીએ લબ્ધિએ કરીને અષ્ટાપદની યાત્રા કરેલી છે. જ્યાં તેમને પંદરસેને ત્રણ તાપસ શિષ્યોને લાભ થયે હતા, જેમને પોતે પોતાના પાત્રમાં વહોરી લાવેલી લીરથી પંદરને ત્રણને પણ લબ્ધિના પ્રભાવથી પારણું કરાવ્યું હતું. ગૌતમસ્વામી સૂર્યના કિરણેનું અવલંબન લઈને અષ્ટાપદ ઉપર ચઢ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com