________________
૧૫૧
બાહ્યી-સુંદરીના ઉપદેશથી વરસ દિવસના અંતે તેમણે કેવળ સંપાદન કરી મુક્તિને પોતાને અધીન અહીં કરી. તક્ષશીલામાં બાહુબલીની ગાદી ઉપર ભરત મહારાજાએ તેમના પુત્ર સોમયશાને રાજ્યાભિષેક કર્યો. જેમણે પ્રભાસપાટણું (ચંદ્રપ્રભાસ) માં ભરત મહારાજ સંઘ લઈ આવ્યા ત્યારે ત્યાં લાવી તીર્થકર ચંદ્રપ્રભુનું દેરાસર (પ્રાસાદ) કરાવ્યો હતું અને ત્યાં નગર વસાવ્યું હતું. યશા (ચંદ્રયાશા) શ્રી ચંદ્રવંશની જગતમાં શરૂઆત થઈ છે. જેમાંથી ત્યારપછી અનેક શાખાઓ નીકળેલી છે અને ભારતના પુત્ર સૂર્યયશાથી સૂર્યવંશ પ્રવર્યો છે. ઝષભદેવ ભગવાનથી ઈવાકુવંશ ચાલે છે. જે વંશ ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં નાભીરાજાના મેળામાં રમતા હતા, તેવારે ઈ ઈશ્ન (શેરડી) લઈને ભગવાનને વંદન કરવા આવ્યા તે વખતે ભગવાને શેરડી લેવાને હાથ લંબાવ્યું, જેથી ઇ ઇક્ષુ આપવાથી ઈક્વાકુવંશ સ્થાપન કર્યો. ભરતના પુત્ર સૂર્ય થશા ને મહાયશા પ્રમુખ સવાલાખ પુત્રો હતા ને બાહુબલીના પુત્ર સોમયશા (ચંદ્વયશા) ને શ્રેયાંસ પ્રમુખ બોંતેર હજાર પુત્રો હતા.
પાંચમા આરામાં શત્રુંજયનો ઉદ્ધાર કરનાર જાવડશાહ ચક્રેશ્વરીના કહેવાથી તક્ષશીલાથી શ્રી આદીનાથ પ્રભુની પ્રતિમા વિક્રમ પછી ૧૦૮ વર્ષે લાવ્યા હતા અને તેજ પ્રતિમા શ્રી શત્રુંજય ઉપર પધરાવી હતી. તક્ષશીલાને હાલ “ગિજની કહે છે. વિક્રમની ત્રીજી સદીમાં માનદેવસૂરિ થયા છે. માનદેવસૂરિના વખતમાં પણ તક્ષશીલામાં પાંચ જૈન મંદિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com