________________
૧૪૯
૧૮૦ કુલપાકજી.
નિઝામ હૈદ્રાબાદથી ને આલેર સ્ટેશનથી ત્રણ કેશ ઉપર કુલપાકજી તીર્થ આવેલ છે. ત્યાં બે હજાર વર્ષ ઉપર બંધાયેલું માણેકસ્વામી અથવા આદીશ્વરનું દેરાસર જાત્રા કરવા લાયક છે. અગાઉ આ દેરાસર વિશાળ હતું. આદીશ્વરની પ્રતિમા કેશરીયાજીની પ્રતિમાના બરાબર હોય તેમ લાગે છે.
ત્યાંથી પગ રસ્તે ત્રણ ગાઉ ઉપર મહાવીરસ્વામીના પગમાં ખીર રાંધી, તેની પહાડ ઉપર સ્થાપના છે. ત્યાંથી ત્રણ કેશ દૂર પદ્માવતીનું મંદિર જોવા લાયક છે. ત્યાં કુલપાકજી તીર્થની સ્થાપના ફરીને થયેલી સંભવે છે, તેને લેખ નીચે મુજબ છે.
સંવત ૧૭૬૭ વરસે ચૈત્ર સુદી ૧૦ પુષ્પાર્ક દિને વિજયમુહુર્તે શ્રી માણેકસ્વામી નામ આદીવર બીંબ પ્રતિષ્ઠિતમ, આદીશ્વર ઔરંગઝેબ બાદશાહ પુત્ર બહાદુરશાહ બીજરાજ સુબેદાર નવાબ મહમદ ઉસફખાં, બાદશાહ વખતે તપગચ્છ ભટ્ટારક શ્રી વિજયસૂરિશિષ્ય ભટ્ટારક શ્રી વિજય રત્નસૂરિ, પંડિત ધર્મકુશળગણિ શિષ્ય પંડિત કેશર કુશળગણિ ઉદ્ધારમ, ભાગાનગર દિવાનાત્ પ્રાકૃત શાકે ૧૬૩૩ એ રીતે વંચાય છે. ૧૮૧ તક્ષશીલા.
આ શહેર હિંદુસ્તાનની બહાર કિનારા ઉપર આવેલું છે. તક્ષશીલા એ અસલ બહલી દેશની રાજ્યધાનીનું શહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com