________________
૧૪૭
છે. જુઓ શ્રી કેશરીયા પાર્શ્વનાથ? અહીંયાં પણ અઠવાડીયામાં એક દિવસ બજાર ભરાય છે, ત્યારે વેપાર સારો ચાલે છે. ૧૭૬ આકેલા.
સ્ટેશનથી શહેર એક માઈલ દૂર થાય છે. શહેરમાં બજાર વચ્ચે દેરાસર ને તેની સાથે ધર્મશાળા પણ છે. અહીંથી અંતરીક્ષજી (સીરપુર) જવાય છે. વરાડ પ્રદેશમાં આકેલા વેપારનું મથક સારું ગણાય છે. કપાસ અને અનાજને વેપાર સારો ચાલે છે. અઠવાડિયામાં એક દિવસ બજાર ભરાય છે. ૧૭૭ સીરપુર (અંતરીક્ષ ).
આકોલાથી સીરપુર જવાય છે. રસ્તામાં પાતુર આવે છે, ત્યાં ધર્મશાળા છે, દેરાસર પણ છે. લગભગ ૨૫ થી ૩૦ મૈલ આકેલાથી સીરપુર થાય છે. અહીંયાં અંતરીક્ષ પાશ્વનાથનું મોટું પ્રાચિન તીર્થ છે, ધર્મશાળા પણ છે. ધર્મશાળામાં છુટી પડાળીઓ છે. અંતરીક્ષજી સંબંધી વિશેષ હકીકત માટે વાંચે અંતરીક્ષ પાર્શ્વનાથ? અહીં અઠવાડીયામાં એક દિવસ બજાર ભરાય છે. ૧૭૮ બુરાનપુર.
આકોલાથી બુરાનપુર જતાં ભૂશાવળમાં રેલવે બદલવી પડે છે, સ્ટેશનથી શહેર ત્રણ મેલ દૂર છે. આ શહેરની જાહોજલાલી પૂર્વે સારી હતી. પ્રથમ કરતાં હાલમાં વસ્તી ઘટી ગઈ છે, પૂર્વે અહીંયાં અઢાર દેરાસર હતાં, પણ હાલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com