________________
૧૪૫
છે. અહીંયાં ત્રણ ધર્મશાળાઓ છે. અજીમગંજ સ્ટેશનની પાસે જ ધર્મશાળા છે. અહીંયાં નવ શિખરબંધ અને એક ઘર દેરાસર મળી કુલ દશ દેરાસર છે. શામળીયા પાર્શ્વનાથ, ગી પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ, શાંતિનાથ, પદ્મપ્રભુ વગેરેનાં મળીને દશ દેરાસર સિવાય નદી પાસે બીજા દેરાસર પણ છે.
- કીર્તિબાગનદીને સામે કિનારે ઉતરી એક માઈલ દૂર બગીચે આવેલ છે. અહીંયાં શામળા પાર્શ્વનાથ, અને વાસુપૂજ્ય સ્વામીની કસોટીના બે પ્રતિમાઓ મૂળનાયક તરીકે છે.
બાહુચર-અજીમગંજથી વહાણુમાં બેસીને જવાય છે. અહીં મેટી બજાર છે, ત્યાં મારકેટ ભરાય છે. અહીંયાં નદીને કિનારે સંભવનાથનું તેમજ બીજા ચાર મળીને પાચ દેરોસર છે. તેમાં પાર્શ્વનાથનાં મંદિરમાં ગભારે કાચનો છે અને મૂળનાયકની રત્નની પ્રતિમા છે.
ટોળા–લક્ષ્મીપતિ બાબુનું આ ગામ છે, અહીંયાં બે દેરાસરજી છે. તેમજ જીનદતસૂારે અને જીનકુશળગણનાં પગલાં છે.
મહામાપુરા-નદીને કિનારે કસોટીનું બાંધેલું એક મોટું દેરાસર હતું; પરન્તુ તે નદીમાં પાછળથી તણુઈ ગયું છે. એ દેરાસર જગતશેઠે બંધાવેલું હતું. વિશેષ હકીકત માટે જુઓ મહીમાપુરા પાર્શ્વનાથ. " કાસમ બજાર–અજીમગંજથી વહાણમાં બેસીને જવાય ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com