________________
૧૪૩
ટુંકે રસ્તે જાય છે, ઉપર શામળા પાર્શ્વનાથજીની મોટી ટુંક છે, જેમાં શામળા પાર્શ્વનાથની પ્રાચિન મૃતિબિરાજમાન છે. બીજી મૂર્તિઓ પણ શીતલનાથ, અભિનંદન, સહસ્ત્રફણા વગેરેની છે.
નંદીશ્વર જાત્રાનું જે ફળ કહ્યું છે, તે થકી હજાર ગણું પુણ્ય આ તીર્થની જાત્રા કરવાથી થાય છે. આ પર્વત ઉપર વીસ તીર્થકરે ર૭૩૪૫ સાધુઓ સાથે સિદ્ધિપદ વય છે. સગર ચક્રવતી છ ખંડની રાજઋદ્ધિ છોડીને સંખ્યાબંધ મુનિઓ સાથે આ સ્થળે મોક્ષે ગયા છે, તેમજ શાંતિનાથ ભગવાનના પુત્ર રાજ રીષીશ્વર પણ અનેક મુનિએ સાથે અહીંયા ક્ષે ગયેલા છે.
આ સંબંધે કેટલીક હકીક્ત સમેતશિખર અથવા પાર્શ્વનાથ પહાડમાં પાછળ જુઓ ? કેમકે સમેતશિખરના પહાડને પાર્શ્વનાથ પહાડ પણ કહે છે. ૧૭૨ ચંપાપુરી
આ નગરી ભાગલપુર પાસે ચાર મિલ ઉપર આવેલી છે, તે હાલ ચંપાનાળાના નામથી ઓળખાય છે. ભાગલપુરથી ચંપાનાળા સુધીમાં બે મંદિરે છે. બન્નેમાં વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિઓ છે. ચંપાનાળાની પાસે શ્રીનાથ નગર છે અહી પણ રમણીય મંદિર છે. નાથનગરથી ચંપાનાળા દોઢ મેલ થાય છે. નાથનગર સ્ટેશન છે. અહીંયાં બારમા વાસુપૂજ્યસ્વામીનાં પાંચ કલ્યાણક થયાં છે. ચંપાથી દક્ષિણમાં સેળ કોશ ઉપર મંદારગિરિ પર્વત છે. અહીંયાં વાસુપૂજ્ય સ્વામીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com