________________
૧૪૧
ઉપર ચઢતા હતા, ત્યાંથી બે કેશ દૂર બ્રાહ્મણકુંડ ગામ હતું, જે અષભદત્ત બ્રાહ્મણનું ગામ હતું. હાલમાં તે ત્યાં નદી વહે છે. ગામનું નામ પણ નથી. માત્ર બે જીણું દેરાસરો છે. પર્વત ઉપર એક દેરાસર છે. જેમાં વિર ભગવાનની મૂર્તિ છે. અહીંથી બે કેશ ઉપર ક્ષત્રીયકુંડ ગામ છે; પરંતુ ત્યાં કઈ જતું નથી. સર્વ કે અહીંથી દર્શન કરીને પાછા વળે છે. પર્વત ઉપરથી ઉતરતાં “કેરાઈ” ગામ આવે છે. અહીં વડ નીચે ભગવાનને પ્રથમ પરિષહ થયા હતા. કવિ વિજયસાગરે કુમારિયા ગામ જેને કહ્યું છે તેને કવિ સૈભાગ્યવિજયજીએ કોરાઈ ગામ કહ્યું છે.
આ ક્ષત્રીયકુંડને અત્યારે “લછવાડ' કહે છે. મહાવીર હવામીનું જ્યાં દીક્ષાકલ્યાણક થયું હતું તે “જ્ઞાતવન ખંડ” આ પર્વત જંગલ છે એમ કહેવાય છે. અત્યારે પણ આ પહાડની તળેટીમાં બે મંદિરો છે અને ઉપર મહાવીર સ્વામીનું મંદિર છે. મહાવીરસ્વામીના અવન, જન્મ, અને દીક્ષા એ ત્રણ કલ્યાણક અહીં થયાં છે. તેમજ દાદાજીનાં પગલાં છે.
ક્ષત્રીયકુંડ અસલ સિદ્ધારથ રાજા (ભગવાનના પિતા) ની રાજ્યધાની ગણાતી હતી, તે વારે તે મોટું શહેર હતું, પણ હાલમાં તે કઈ વસ્તી નથી. અહીંયાં સાત નાની નાની ડુંગરીઓ મળીને એક પહાડ થયેલ છે. જે રાજગૃહીના એક પહાડની બરાબર છે. અહીંયાં ધર્મશાળા વિશાળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com