________________
૧૮e
પાવાપુરીથી સાત ગાઉ ઉપર અને બિહારથી પાંચ ગાઉ ઉપર આવેલું છે. કુંડલપુરનું બીજું નામ વડગામ છે. એને ધનવર ગેબર પણ કહે છે. અહીંયાં નાની ધર્મશાળા છે. તેમાં સાત આઠ ઓરડીઓ છે અને છુટી પડાળી છે. ધર્મશાળામાં દેરાસર છે. અહીંયાં ગતમસ્વામીને જન્મ થયે હતે. મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વરની શ્યામ પ્રતિમા છે. મહાવીર સ્વામીએ અહીંયાં પણ સમવસરી ધર્મદેશના દીધેલી છે.
સર છે. અહી શ્રી આદીશ્વરનામસરી ધર્મ
૧૬૮ ક્ષત્રીકુંડ.
શ્રી મહાવીર ભગવાનની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. પં. હંસસમ જે આમલીના વૃક્ષ નીચે પ્રભુએ આમલ કીડા કરી હતી તે આમલીનું વૃક્ષ જેવાનું લખે છે, તેમજ સિદ્ધારથ રાજાના ઘરનું સ્થાનક બતાવી ત્યાંથી બે ગાઉ બ્રાહ્મણકુંડગામ છે તેમ જણાવે છે. પં. વિજયસાગર કહે છે કે ક્ષત્રીયકુંડ ની તળેટીમાં બે દેરાસર છે. વળી સિદ્ધારથ રાજાનું ઘર પર્વત ઉપર હતું. ત્યાં હાલ એક જનબિંબ છે. અહીંથી બે કોશ બ્રાહ્મણકુંડ ગામ છે. પર્વતની નીચે ઉતરી કુમારિય ગામ જવાય છે. જ્યાં ભગવાનને પહેલે પરિષહ થયા હતા. અહીં એક ચતરા ઉપર ભગવાનનાં પગલાં છે.
પં. સૌભાગ્યવિજયના સમયમાં પર્વતની તળેટીમાં મથુરાપુર નામનું ગામ હતું, ત્યાંથી તેમના સમયમાં પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com