________________
૧૩૩
પૂર્વશ્રુતને અભ્યાસ શીખ્યા હતા. પ્રથમ બાર વર્ષ સુધી કશ્ય વેશ્યાને ત્યાં રહ્યા હતા, ને સાધુ થયા પછી કસ્યા વેશ્યાની ચિત્રશાળામાં ચોમાસું કરી તેને પ્રતિબંધ આપી બારવ્રતધારી શ્રાવિકા બનાવી હતી
પટણા સ્ટેશનથી ગામ એક ગાઉ આશરે છે. ત્યાં એક મારવાડામાં ધર્મશાળા અને દેરાસર છે. સ્ટેશન ઉપર પણ એક નાની ધર્મશાળા છે. અહીંથી એક ગાઉ કમળદેમાં શ્રી સ્યુલીભદ્રનાં પગલાં છે.
૧૬૩ બીહાર (વિશાલાનગરી).
પટણથી બહાર જવાય છે. રસ્તામાં બખતીયાપુર જંકશન આવે છે. ત્યાં ટ્રેન બદલવી પડે છે. ત્યાંથી બહાર જવાય છે. રેલ્વે સ્ટેશનથી શહેર એક માઈલ દૂર છે. અહીંયાં શહેરમાં ધર્મશાળા છે, ત્યાં એક દેરાસર છે. અહીંયાં એકંદર ચાર દેરાસર છે. સુબે બિહારને શાસ્ત્રમાં વિશાલા નગરી કહી છે. ૫. વિજયસાગર અને ૫. જયવિજયે અહીંયાં ત્રણ મંદિર હેવાનું જણાવ્યું છે. તે કવિયા જણાવે છે કે પ્રાચિન જેને તંગીયા નગરી કહેતા, તેજ આ બિહાર છે, કેમકે આ બિહારથી બે ગાઉ “તુંગી” નામનું ગામ આવેલું છે.
અહીંયાં લાલબાગમાં એક દેરાસર છે. ત્યાં દાદાજીનાં પગલાં છે, બીજા દેરાસર બજારમાં છે, મહાવીરસ્વામીના વખતમાં વિશાલા નગરીમાં તેમના મામા ચેડા મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com