________________
૧૩૭ રાજગૃહી એતિહાસીક તેમજ ધાર્મિક દષ્ટિએ પણ તીર્થરૂપ છે. અત્યારે આ ગામને રાજગીર કહે છે, બિહારથી લગભગ દક્ષિણમાં ૧૩ થી ૧૪ મેલ ઉપર આ ગામ છે. તેની આસપાસ પાંચ પહાડ આવેલા છે. વૈભારગિરિ, વિપુલગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ અને રતગિરિ આ પહાડ ઉપર પૂર્વે અનેક જીનમંદિરે હતાં.
૧. વૈભારગિરિ ઉપર ચોવીશ દેરાસરે, અને તેમાં સાત જિનબિંબે, અગીયાર ગણધરનાં પગલાં, રેહણયાની ગુફા અને ધન્નાશાલિભદ્રના કાઉસ્સગ્ગીયા, તેમજ ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર છે.
૨. વિપુલગિરિ ઉપર છ મંદિર છે. મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણક થયાં છે, તેમજ ૧૧ ગણધર અહીંયાં મોક્ષે ગયા છે.
૩. ઉદયગિરિ ઉપર ચામુખજી પાર્શ્વનાથ છે.
૪-૫. સુવર્ણગિરિ અને રતગિરિ ઉપર કાંઈ જણાવ્યું નથી. તેમજ ઘરેણાંને કુવે અને વીર પિશાલનું સ્થાન વગેરે કવિ હંસસમે સંવત ૧૬૬૫ માં તીર્થમાળા બનાવી છે, જેમાં ઉપર પ્રમાણે બતાવ્યું છે.
અત્યારે ગામમાં ત્રણ દેરાસર છે. પાશ્વનાથ, આદીશ્વર અને મુનિસુવ્રતસ્વામીનું. ૫. સાભાગ્યવિમલે અહીં પાંચ પહાડના ૮૦ અને ગામનું એક મલી ૮૧ મંદિર બતાવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com