________________
૧૩૬
લેતાં એવડા મોટા ખાડા પડી ગયા કે કાળાંતરે ત્યાં તળાવ થયું. પછી તેની વચમાં જળમંદિર ખંધાવેલુ છે. તી જાત્રા કરવા લાયક છે.
ભગવાને છેલ્લું ચામાસુ અપાપાપુરીમાં હસ્તિપાળ રાજાની દાનશાળામાં કર્યું હતુ.
૧૬૫ ગુણાયાજી.
અહીંથી પગ રસ્તે ગુણાયાજી જવુ, શાસ્ત્રમાં એને ગુણુશીલ ચૈત્ય પણ કહે છે. રાજગૃહીથી સાત કેાશ થાય છે. અહીંયાં વિશાળ ધર્મશાળા છે. ગુણાયાજીને ગુણાવા પણ કહે છે. અહીંયાં વીર ભગવાન સમાસર્યાં હતા. તેમનુ અહીં તળાવમાં એક દેરાસર છે. જેમાં મૂળનાયકજી મહાવીર સ્વામી છે. ત્યાં જવાને વચમાં પુલ માંધેલા છે. ગીતમ સ્વામીનાં પગલાં તેમજ અગીયાર ગણધરનાં, આદીશ્વર, તૈમનાથ, વાસુપૂજ્ય તેમજ મહાવીરસ્વામી અને વીશ તીર્થંકરનાં પગલાં બહાર ભમતીમાં આવેલાં છે. અહીંથી એક મેલ દૂર નવાડા સ્ટેશનનું ગામ છે.
૧૬૬ રાજગૃહી.
મગધ દેશમાં આ શહેર અસલ મહાવીરસ્વામીના સમયમાં રાજ્યધાનીનું શહેર હતુ. ભગવંતના શિષ્ય શ્રેણિક મહારાજ તે વખતે મગધ દેશના હાકેમ ( રાજા ) હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com