________________
૧૩૪ પરમ શ્રાવક રાજા હતા. તેમને તેમની પુત્રી ચેલણાના પુત્ર કેણિક રાજાએ જીતીને વિશાલા નગરીને નાશ કર્યો. ( વિશાલા નગરીમાં વીર ભગવાને બાર માસાં કર્યા. હતાં. અહીંયાં મુનિસુવ્રતસ્વામીને સ્તુપ મહા પ્રભાવવાળે હતું, જેનો એક કુલવાલુક નામના યતીના હાથે કાણુકે નાશ કરાવી વિશાલા નગરીને નાશ કર્યો. તે માટે જુઓ જેન સાહિત્યમાં.
૧૬૪ પાવાપુરી.
બહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર મહાવીરસ્વામીના નિવાણથી પવિત્ર બનેલું આ સ્થળ આવેલું છે. જો કે આ ગામનું નામ તે પુરી જ છે, પણ આની પાસે જ એક પાવા નામે બીજું ગામ હોવાથી અત્યારે પાવાપુરીથી તે પ્રસિદ્ધ છે.
પાવાપુરીમાં પ્રતિ વર્ષે દિવાળીએ મોટો મેળો ભરાય છે. ૪ થી ૫ દિવસ સુધી આ મેળે રહે છે. અહીંયાં ધર્મશાળામાં એક, તળાવને કીનારે બે, અને તળાવના મધ્યભાગમાં એક મંદિર મળીને ચાર મંદિર છે. તળાવમાં રહેલા મંદિરને જળ મંદિર કહે છે. આ નગરીથી ૬ કોશ દૂર આવેલા મહાસેન વનમાં મહાવીર ભગવંતે પધારી ગોતમ આદિ અગીયાર ગણધરની સ્થાપના કરી હતી, તેમજ અહીં હસ્તિપાળ રાજાની દાનશાળામાં આસો વદી ૦)) ની રાત્રે છઠ્ઠ ઉપવાસે સોળ પર પર્યત દેશના દેતાં વીર ભગવંત મુક્તિ મંદિરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com