________________
૧૩૫
પધાર્યા હતા. અને ગૌતમ ગણધરને નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધવા મોકલ્યા હતા, ત્યાંથી પાછા ફરતાં ભગવાનનું નિર્વાણું જાણું વૈરાગ્યવંત થયા થકા કારતક સુદી ૧ ના દિવસે પ્રભાતમાં ગતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ધર્મદેશના સાંભળવા આવેલા ચેટક પ્રમુખ અઢાર રાજાઓએ આ નગરીનું મૂળ નામ જે અપાપાપુરી હતું, તે ફેરવીને ભગવંત નિવણની દિલગીરીને લીધે પાપાપુરી (પાવાપુરી) રાખ્યું અને ભાવદિપક જવાથી દ્રવ્યદિપક કરી દિવાળીને માંગલિક દિવસ પ્રવર્તાવ્યું હતું.
એક દેરાસર તળાવના મધ્ય ભાગમાં ભગવાનના નિવની જગ્યાએ જ્યાં ભગવાનના દેહને ઈદ્ધિોએ અગ્નિસંસ્કાર કર્યો હતો, ત્યાં હાલ એક મંદિર છે, તેને જલમંદિર કહે છે, ત્યાં ભગવાનના ચરણની સ્થાપના છે. જેની પ્રતિષ્ઠા અસલ તેમના વડીલ ભાઈ નંદીવર્ધાને કરેલી છે. જેથી આ મંદિર
વીસ વર્ષ પહેલાંનું હોય એમ સમજાય છે. વખતોવખત ઉદ્ધાર થતા આવ્યા છે. ત્યાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, તથા દાદાજીનાં પગલાં છે. બહાર સેળ સતીનાં પગલાં છે, જળમંદિરમાં જવાને એક બાજુએ પગથી બાંધેલી છે. જળમંદિરને દેખાવ ઘણેજ રમણીય છે.
અહીયાં બે મોટી ધર્મશાળાઓ આવેલી છે. જે પંદર સૌથી વધારે માણસે રહી શકે તેવી વિશાળ છે, કહે છે કે ભગવાનના દેહને અગ્નિસંસ્કાર કર્યો ત્યાંથી દેવતાઓએ રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com