________________
૧૨૬
તેઓ પાર્શ્વનાથને પરિચય આપતાં જણાવે છે કે ભલુપુરની નજીક સઘનવન હતું. પણ અત્યારે તે ત્યાં મકાનો બની ગયાં છે. ભેલુપુર અને ભદની સિવાય શહેરમાં પણ બીજા આઠ મંદિર છે.
કાશી પણ હિંદુ ક્ષત્રીય રાજ્યધાનીનું શહેર હતું, પરંતુ હાલમાં તે બ્રીટીશ સત્તાને સ્વાધીન છે અને કાશીથી બે મલ લગભગ દૂર ગંગા નદીને સામે કીનારે રામનગર નામે શહેર છે ત્યાં કાશી નરેશ પિતાને કી બાંધીને રહે છે, તેને રાજ્ય મહાલય વગેરે જેવા લાયક છે. આવક સારી છે.
કાશીમાં આઠ કલયાણક અને સીંહપુરીને ચંદ્રાવતીનાં આઠ કલ્યાણકો મળી કુલ્લે સોળ કલ્યાણકો અહીંયાં ગણાય છે. ૧૫૭ સિંહપુરી.
સિંહપુરીમાં અગીયારમા શ્રેયાંસનાથના મોક્ષ સિવાય ચાર કલ્યાણક થયાં છે. હાલમાં ગામથી છેટે દૂર જંગલમાં શ્વેતાંબરનું મંદિર છે, ધર્મશાળા પણ છે, ચારે તરફ જંગલ આવેલું હોવાથી સ્થળ રમણીય છે. અહિં નજીક સારનાથમાં પ્રાચિન બદ્ધોને એક સ્તુપ છે. જે ૯૦ ફટ ઉંચે અને ૩૦૦ ફટના ઘેરાવાવાળે છે. અહિની જમીનનું ખોદકામ કરતાં પ્રાચિન બાદ્ધ મૂર્તિઓ અને બીજી કેટલીક જુની વસ્તુઓ જમીનમાંથી નીકળી છે. આ નીકળેલી વસ્તુઓમાંથી એક મેટ ચતુર્મુખ પત્થરને સિંહ જે પત્થરના થાંભલા ઉપર છે જે જેનારનું ચિત્ત આકર્ષે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com