________________
૧૦૩
કેશરીયાજી સંબંધી કિંવદંતિ (લેક વાયકા) એમ સંભળાય છે કે તે પ્રતિમા મહાભૂજ પ્રતિવિષણુ રાવણના વખતમાં લંકામાં હતી, જ્યારે રામચંદ્રજી રાવણને જીતી અયોધ્યા આવ્યા તે વખતે કેશરીયાજીની પ્રતિમા સાથે લાવી ઉજજૈનમાં સ્થાપન કરી, તેની પૂજા–ભકિત કરવાથી મયણાસુંદરીના સ્વામી શ્રીપાળરાજાને કોઢ રેગ મટયે, પછી ઉજનથી કઈ દેવ સાનિધ્યથી આ પ્રતિમાજી હાલ છે ત્યાં આવેલાં છે. ૧૧૫ રાજગઢ-રાજનગર.
આ ગામ કાંકરોલી પાસે છે, અહીંયાં બે દેરાસરજી છે, એક રૂષભદેવ ભગવાનનું બાવન જીનાલયનું જેનો જીર્ણોદ્વાર હમણાં થયા છે, તે જાત્રા કરવા લાયક છે. આ દેરાસર સંવત ૧૭૩૧ માં બંધાવેલું છે, તથા બીજુ દેરાસર પણ છે. ૧૧૬ સાંવરાજી.
કેશરીયાજીથી કેશ પાંચ થાય છે, ત્યાં દેરાસરજી પહાડ ઉપર છે. જાત્રા કરવા લાયક છે, પાર્શ્વનાથનું દેરાસર તીર્થ રૂપ છે, તે સાંવરા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. ૧૧૭ સામેરા,
કેશરીયાજી પાસે નાગફણા પાર્શ્વનાથનું સામેરામાં દેરાસર હતું, હાલ જણાતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com