________________
૧૧૨
૧૩૫ પલાણા.
પાર્શ્વનાથનું દેરાસર શિખરબંધી છે, જાત્રા કરવા લાયક અને ઘણું પ્રાચિન કાળનું છે.
૧૩૬ ઇડર.
આ શહેર દરબારીને જોવા લાયક છે અને અહીં પાંચ મોટાં દેરાસર છે, શીતલનાથજી,રીખભદેવજી, ચિંતામણુજી, ગેડી પાર્શ્વનાથજી અને ખડતરગચ્છીય ગેડી પાર્શ્વનાથજીનું. એ પાંચે જુનાં, પુરાણ ને પ્રાચીન છે. જાત્રા કરવા લાયક છે, ગઢ ઉપર સંપ્રતિ રાજાનું બંધાવેલું દેરાસર છે, ગઢને ચડાવ એક મેલને છે, ધર્મશાલાઓ ત્રણ છે, બીજા કોની પાંચ ધર્મશાલા છે. ઈડરનું અપરનામ “ઇલાદુર્ગ” પણ કહેવાય છે.
શાંતિનાથનું દેરાસર સંપ્રતીરાજાનું બંધાવેલું છે, આ સંપ્રતિરાજા શ્રી મહાવીર પછી ૨૮૫ વર્ષ થયા છે. ત્યારપછી તેને પહેલે જીર્ણોદ્ધાર વછરાજે કર્યો, બીજે કુમારપાલે, ત્રીજે ગોવીંદરાજ ઓશવાળે અને થે ઉદ્ધાર ચંપકશાહે કર્યો. અહીંયાં પ્રથમ મુળનાયક પાનાથ હતા, હાલમાં શાંતિનાથ છે.
કુમારપાલે રૂષભદેવ ભગવાનનું દેરાસર બંધાવી શ્રી રૂષભદેવ ભગવાનની સ્થાપના તેરમી સદીમાં કરી છે.
ઈડરમાં સાતમા સૈકામાં હર્ષવર્ધન રાજા હતું. તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com