________________
૧૨૩ ૧૫૪ ફૈજાબાદ
ફૈજાબાદ રેલવે સ્ટેશન છે. અજોધ્યાથી પગરસ્તે પણ ફેજાબાદ જવાય છે. અહીંયાં ધર્મશાળા એક છે. તેમજ દેરાસર શાંતિનાથનું કે જેને હમણુજ જીર્ણોદ્ધાર થયેલો છે. અહીંયાંથી સાવસ્થીનગરી કેશ ત્રીશ થાય છે. અથવા તે મૈલ ૪૫ થાય છે. વાહનની સગવડ મલે તે અહીંયાંથી સાવત્થીનગરી જવું.
૧૫૫ સાવથી
સાવથીને હાલ ખેટમેન્ટને કીલ્લો કહે છે, તે બલરામપુરની રાજ્યધાનીમાં હતું તે બલરામપુર અયોધ્યાની ઉત્તરમાં આવેલું છે. ત્યાંથી અર્થાત્ બલરામપુર સ્ટેશનથી ૧૨ મૈલ થાય છે. અને “કના” નામે ગામડાથી પાંચ માઈલ થાય છે. ત્યાં બેટમેન્ટ અથવા “સેત મહેત”નો કીલે છે. એનેજ આજે સાવથી તીર્થ માનવામાં આવે છે. આ કલામાં સંભવનાથ ભગવાનનું એક ખાલી મંદિર છે. જીનપ્રભસૂરિના સમયમાં પણ આ સહેત મહેતનેજ સાવથી તીર્થ માનવામાં આવતું હતું. એમ એમના સાથી કલપના શબ્દો ઉપરથી માલુમ પડે છે. પંડિત ભાગ્યવિજય કહે છે કે સુપ્ર. સિદ્ધ સાવત્થી નગરી એ અત્યારનું અકાના (કાના) નામનું ગામડું છે, અને મંદિરમાં પ્રતિમા અને પગલાં હોવાનું જણાવી આ વનખંડને દંડકદેશની સીમા તરીકે જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com