________________
૧૧૩
રાજ્ય નાનું હતું. આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છઠ્ઠા સૈકાની મધ્યમાં વલ્લભીપુરના શિલાદિત્ય રાજાના વંશ જ ગુહાદિત્યે કરી હતી, તેના વંશજો ગેહલોટ કહેવાણા, અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સીસેટીયા નામ ધારણ કર્યું છે, જે આજ સુધી તેઓ સીસોદીયા કહે. વાય છે. આ રાજ્યને પાયે આઠમા સૈકામાં બાપા રાવલના મુબારક હસ્તે ચડમાં નંખાય છે, તેઓ ઈડરથી આવેલા છે.
ગોવિંદ શેઠે તારંગામાં અજીતનાથની પ્રતિમા તૈયાર કરવા માટે આરાસુર જઈ અંબીકાદેવીનું આરાધન કરી તેમને પ્રસન્ન કરી તેમની પાસે મૂર્તિ માટે પત્થર માગ્યું, તે દેવીએ આપે. તેને ખાણમાંથી કઢાવી તારંગે લાવી ગેવિંદશેઠે અજીતનાથની મનોહર પ્રતિમા ઘડાવી સેમસુંદરસૂરિ પાસે અંજનશલાકા કરાવી.
૧૩૭ વડાલી.
દેરાસર ૩ છે, એક શીખરબંધ સંપ્રતીરાજાનું, બીજું ૧૯૪૪ ફાગણ સુદી ૨ ની પ્રતિષ્ઠા થઈ. તેમજ અમીરા પાર્શ્વનાથનું દેરાસર છે, જાત્રા કરવા લાયક છે. પાશ્વનાથનાં ૧૦૮ જાત્રા કરવા લાયક સ્થળોમાં વડાલી પણ એક છે.
તી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com