________________
૧૧૬
અહીંયાં તાજમહાલ દુનીયામાં અજાયબ ગણાતી ચીજોમાંના એક છે Wonders of the World. તે શાહજહાન બાદશાહના બનાવેલા છે તેમજ આગ્રાના કીલ્લા મજબુત અનં જોવાલાયક છે.
૧૪૩ મથુરા.
સ્ટેશનથી શહેર એ ગાઉં દૂર છે. મથુરા શહેરમાં ધર્મશાળા છે. અહીંયા ઘીયામડીમાં પાર્શ્વનાથનું દેરાસર છે. પૂર્વે કલ્પદ્રુમ પાર્શ્વનાથના તી સ્થળ તરીકે મથુરા ગણાતુ હતું. આજે પણ અહીં પાર્શ્વનાથનું દેરાસર છે. ૫. સાભાગ્ય વિજયજીએ આ તીર્થને મહાવીર સ્વામીના તીર્થ તરીકે ગણ્યું છે, ત્યારે ૫. શીલવિજયજીએ જમના નદીના કાંઠે આ શહેર બતાવી નેમીનાથનુ તીર્થ કહ્યું છે. કંસની રાજ્યધાની અહીંયાં હતી, જ્યાં તેને વિષ્ણુએ માર્યો હતેા. યાદવવંશી ઉગ્રસેનને ક ંસ પુત્ર હતા અને પ્રતિવિષ્ણુ જરાસંધના તે જમાઇ હતા. યાદવાની રાજ્યધાની મથુરા ને શારીપુર એ બન્ને ગણાતી હતી.
૧૪૪ અલવર.
રાજપુતાના લાઇન જયપુર થઈ ખાંદીકુઈથી દીલ્હી જાય છે. રસ્તામાં અલવર આવે છે, અહીંયાં રાવણુ પાર્શ્વ નાથની પ્રતિમા જાત્રા કરવા લાયક છે. વિશેષ હકીકત માટે જુઓ રાવણ પાર્શ્વનાથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com