________________
૧૦૬
દજી કલ્યાણજીનું કારખાનું છે. વિશેષ હકીકત માટે જુઓ મક્ષીજી પાર્શ્વનાથ !
૧૨૪ ઉજન.
પૂર્વે માલવદેશની રાજ્યધાનીનું પાટનગર હતું, પણ હાલમાં તેને કેટલાક ભાગ દટાઈ નાશ પામે છે. હાલની માલવાની રાજ્યધાની વાલીયર તેને તાબે છે, ઉજજનનું અપર નામ ઍવંતી નગરી પણ કહેવાય છે. પૂર્વે વિક્રમ રાજાની રાજ્યધાનીનું આ શહેર હતું. તેમની હાકેમીમાં સિદ્ધસેન દિવાકર સૂરિએ એવંતી પાર્શ્વનાથની પ્રતિમાને ઉજજનમાં મહાકાલેશ્વરના મંદીરમાંથી શીવલીંગ ફાટીને પ્રગટ કરી હતી. અને રાજાને સૂરિએ જેન બનાવ્યો હતે. અહીંયાં બીજાં પણ ૧૩ દેરાસરો યાત્રા કરવા લાયક છે. પટ્ટણ ( પાટલી પુત્ર) ના રાજવંશજોએ ઉજજેનમાં ગાદી સ્થાપી છે.
૧૨૫ દર.
આ શહેર હોલકરની રાજ્યધાનીનું છે. માલવી અણીણની મેટી પેદાશ આ દેશમાં થાય છે. અહીંયાં પાંચ દેરાસર છે. તેમાં મેવાડા સાથનું પીપલી બજારનું આદેશ્વર ભગવાનનું દેરાસર ઘણું વિશાળ છે. પ્રતિમાજી જુનાં છે, બીજા દેરાસરમાં પણ પ્રતિમાજી જુના અને જાત્રા કરવા લાયક છે. ઓશવાળની ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com